પુનર્નિયમ Chapter 32 GUJIRV Bible Verse Images

પુનર્નિયમ 32 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share પુનર્નિયમ 32 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


પુનર્નિયમ 32:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હે આકાશો, કાન ધરો અને હું બોલીશ. હે પૃથ્વી, તું મારા મુખના શબ્દો સાંભળ.

પુનર્નિયમ 32:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મારો બોધ વરસાદની જેમ ટપકશે, મારી વાતો ઝાકળની જેમ પડશે, કુમળા ઘાસ પર પડતા ઝરમર ઝરમર વરસાદના ટીપાની જેમ અને વનસ્પતિ પર ઝાપટાની જેમ તે પડશે.

પુનર્નિયમ 32:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે હું યહોવાહનું નામ પ્રગટ કરીશ. અને આપણા ઈશ્વરના માહાત્મ્યને લીધે તેમને સ્તુત્ય માનો.

પુનર્નિયમ 32:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહોવાહ અચળ ખડક છે, તેમનાં કાર્યો પણ સંપૂર્ણ છે; તેમના સર્વ માર્ગો ન્યાયી છે. વિશ્વાસુ તથા સત્ય ઈશ્વર તે ન્યાયી તથા સાચા ઈશ્વર છે.

પુનર્નિયમ 32:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓએ પોતાને ભ્રષ્ટ કર્યા છે. તેઓના સંતાનો રહ્યાં નથી. અને તેઓ પાપથી ખરડાયા. તેઓ અડિયલ તથા કુટિલ પેઢી છે.

પુનર્નિયમ 32:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઓ મૂર્ખ તથા નિર્બુદ્ધ લોકો શું તમે યહોવાહને આવો બદલો આપો છો? શું તે તમને ખંડી લેનાર તમારા પિતા નથી તેમણે તમને સરજ્યા અને સ્થિર કર્યા.

પુનર્નિયમ 32:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ભૂતકાળના દિવસોનું તમે સ્મરણ કરો, ઘણી પેઢીઓનાં વર્ષોનો વિચાર કરો. તમારા પિતાને પૂછો એટલે તે તમને કહી બતાવશે. તમારા વડીલોને પૂછો એટલે તે તમને કહેશે.

પુનર્નિયમ 32:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જ્યારે પરાત્પર યહોવાહે દેશજાતિઓને તેઓનો વારસો આપ્યો. જયારે તેમણે માનવપુત્રોને જુદા કર્યા, ત્યારે તેમણે ઇઝરાયલનાં સંતાનોની ગણતરી પ્રમાણે તે લોકોને સીમાઓ ઠરાવી આપી.

પુનર્નિયમ 32:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે યહોવાહનો હિસ્સો તો તેમના લોક છે. યાકૂબ એ તેમના વારસાનો ભાગ છે.

પુનર્નિયમ 32:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે તેઓને ઉજ્જડ દેશમાં, તથા વેરાન અને વિકટ રણમાં મળ્યા; તે તેઓની આસપાસ કોટરૂપ રહ્યા. અને તેમણે તેઓની આંખની કીકીની જેમ સંભાળ કરી.

પુનર્નિયમ 32:11 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જેમ કોઈ ગરુડ પોતાના માળાની ચોકી કરે અને પોતાના બચ્ચાં ઉપર પાંખો ફફડાવે છે. તેમ યહોવાહે પોતાની પાંખો ફેલાવીને તેમને પોતાની પાંખો પર ઊંચકી લીધા.

પુનર્નિયમ 32:12 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એકલા યહોવાહે જ તેમને ચલાવ્યાં; કોઈ પરદેશી દેવ તેઓની સાથે નહોતો.

પુનર્નિયમ 32:13 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે તેઓને દેશની ઊંચાઈઓ પર બેસાડ્યા, તેમણે તેઓને ખેતરનું ફળ ખવડાવ્યું, તેમણે તેઓને ખડકમાંથી મધ તથા ચકમકના પથ્થરમાંથી તેલ પીવડાવ્યું

પુનર્નિયમ 32:14 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે તેઓને ગાયોનું માખણ ખવડાવ્યું તથા ઘેટીઓનું દૂધ પીવડાવ્યું, હલવાનની ચરબી, બાશાનના ઘેટાં તથા બકરાં, સારામાં સારા ઘઉં તથા દ્રાક્ષોમાંથી બનાવેલો સારો દ્રાક્ષારસ તમે પીધો.

પુનર્નિયમ 32:15 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ યશુરૂને પુષ્ટ થઈને લાત મારી, તું હુષ્ટપુષ્ટ, જાડો અને સુંવાળો થયો, જે ઈશ્વરે તેને બનાવ્યો હતો તેમનો તેણે ત્યાગ કર્યો, તેણે તેના ઉદ્ધારના ખડકનો તિરસ્કાર કર્યો.

પુનર્નિયમ 32:16 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓએ બીજા અજાણ્યા દેવોની પૂજા કરીને યહોવાહને ઈર્ષ્યા ઉત્પન્ન કર્યો; ઘૃણાસ્પદ કર્મોથી ઈશ્વરને ગુસ્સે કર્યા.

પુનર્નિયમ 32:17 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ દુષ્ટાત્માને કે જે ઈશ્વર ન હતા તેઓને, જે દેવોને તેઓ જાણતા ન હતા, ટૂંક સમયમાં જ પ્રગટ થયેલા દેવોને કે જે દેવોથી તમારા પિતાઓ બીતા ન હતા તેઓને બલિદાનો ચઢાવતા હતા.

પુનર્નિયમ 32:18 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ખડક સમાન તારા પિતાને તેં તજી દીધા, તને જન્મ આપનાર ઈશ્વરને તું ભૂલી ગયો.

પુનર્નિયમ 32:19 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આ જોઈને યહોવાહે તેને નાપસંદ કર્યો, કેમ કે તેના દીકરા અને દીકરીઓ તેમને ગુસ્સે કર્યા.

પુનર્નિયમ 32:20 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે કહ્યું, “હું મારું મુખ તેઓથી સંતાડીશ,” “તેઓના હાલ કેવા થશે તે હું જોઈશ; કેમ કે તે પેઢી વિકૃત છે, તેઓનાં સંતાનો વિશ્વાસઘાતી છે.

પુનર્નિયમ 32:21 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જે દેવ નથી તે વડે તેઓએ મારામાં ઈર્ષ્યા ઉત્પન્ન કરી છે. નકામા દેવોથી મને ગુસ્સે કર્યો છે.

પુનર્નિયમ 32:22 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
માટે મારો કોપ ભડકે બળે છે શેઓલના તળિયાં સુધી તે બળે છે, પૃથ્વીને અને તેના પાક સહિત ખાઈ જશે, અને પર્વતોના પાયાને સળગાવી દે છે.

પુનર્નિયમ 32:23 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી હું તે લોકો પર એક પછી એક આફતો લાવીશ; તીરોથી હું તેઓને વીંધી નાખીશ.

પુનર્નિયમ 32:24 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ ભૂખથી સુકાઈ જશે અને ઉગ્ર તાપથી અને દારુણ વિનાશથી ખવાઈ જશે; હું તેના પર પશુઓના દાંત અને ધૂળમાં પેટે ચાલનાર જનાવરોનું ઝેર રેડીશ,

પુનર્નિયમ 32:25 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
બહાર તલવાર તેઓને પૂરા કરશે, અને ઘરમાં ત્રાસથી તેઓ મરશે. જુવાન સ્ત્રી-પુરુષ કે વૃદ્વોનો અને દૂધપીતાં બાળકોનો પણ નાશ થશે,

પુનર્નિયમ 32:26 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હું તેઓને દૂરના દેશોમાં વિખેરી નાખત. હું તેઓનું સ્મરણ માણસોમાંથી નષ્ટ કરત.

પુનર્નિયમ 32:27 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પરંતુ હું શત્રુઓની ખીજવણીથી ગભરાઉં છું, કે રખેને તેઓના શત્રુઓ ખોટું સમજે અને તેઓ કહે કે, અમારો હાથ પ્રબળ થયો છે.’ અને યહોવાહે આ સર્વ કર્યું નથી.

પુનર્નિયમ 32:28 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે તેઓ સમજણ વગરની મૂર્ખ પ્રજા છે. અને તેઓમાં કંઈ સમજણ નથી.

પુનર્નિયમ 32:29 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓમાં શાણપણ હોત, તેઓ સમજનારા થયા હોત, અને તેઓએ પોતાના અંતકાળનો વિચાર કર્યો હોત તો કેવું સારું!

પુનર્નિયમ 32:30 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જો તેઓના ખડકે તેઓને વેચ્યા ન હોત, યહોવાહે દુશ્મનોના હાથમાં સોંપ્યા ન હોત, તો હજારની પાછળ એક કેમ ધાત અને દસ હજારને બે કેમ નસાડી મૂકત?

પુનર્નિયમ 32:31 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આપણા શત્રુઓના માનવા પ્રમાણે તેઓનો ખડક આપણા ખડક જેવો નથી,

પુનર્નિયમ 32:32 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓનો દ્રાક્ષવેલો સદોમના દ્રાક્ષવેલામાંનો તથા ગમોરાનાં ખેતરોનો છે. તેઓની દ્રાક્ષો ઝેરી દ્રાક્ષો છે; તેઓની લૂમો કડવી છે.

પુનર્નિયમ 32:33 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓના દ્રાક્ષારસ અજગરોનું ઝેર તથા ઝેરી સર્પોનું પ્રાણઘાતક વિષ છે.

પુનર્નિયમ 32:34 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
શું મેં તેને મારા ખજાનામાં મુદ્રિત કરાઈને મારી પાસે સંગ્રહ કરી રાખેલું નથી?

પુનર્નિયમ 32:35 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેનો પગ લપસી જશે; તે વખતે વેર વાળવું તથા બદલો લેવો એ મારું કામ છે. કેમ કે તેઓની વિપતીના દિવસ પાસે છે, અને તેઓ પર જે આવી પડવાનું છે તે જલદી આવી પડશે.”

પુનર્નિયમ 32:36 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે યહોવાહ પોતાના લોકનો ન્યાય કરશે, અને જયારે તેઓ જોશે કે તેઓ નિર્બળ થઈ ગયા છે, અને ગુલામ તથા મુક્ત એવો કોઈ બાકી રહ્યો નથી. તે જોઈ તે પોતાના સેવકો માટે દુ:ખી થશે.

પુનર્નિયમ 32:37 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી તે કહેશે કે, ‘તેઓના દેવો ક્યાં છે, એટલે જે ખડક પર તેઓ ભરોસો રાખતા હતા તેઓ?

પુનર્નિયમ 32:38 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જેઓ તમારા બલિની ચરબી ખાતા હતા; જે પેયાર્પણનો દ્રાક્ષારસ પીતા હતા, તે ક્યાં ગયા? તેઓ ઊઠીને તમને મદદ કરે, તેઓ તમારો આશરો થાય!

પુનર્નિયમ 32:39 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હવે જુઓ હું જ એકલા જ ઈશ્વર છું. હા હું તે જ છું, મારા વગર બીજા કોઈ ઈશ્વર નથી, શું તમે નથી જોતા? હું જ મારું છું, અને હું જ જિવાડું છું, હું જ ઘાયલ કરું છું અને હું જ સાજા કરું છું; અને મારા હાથમાંથી કોઈ છોડાવી શકે એમ નથી.

પુનર્નિયમ 32:40 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હું મારો હાથ આકાશ તરફ ઊંચો કરીને, મારા સનાતન નામે પ્રતિજ્ઞા લઈને કહું છું કે,

પુનર્નિયમ 32:41 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જો હું મારી ચળકતી તલવારની ધાર કાઢીશ, અને મારો હાથ ન્યાય કરશે તો મારા દુશ્મનો પર હું વેર વાળીશ, અને જે મને ધિક્કારે છે તેઓનો હું બદલો લઈશ.

પુનર્નિયમ 32:42 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જેઓને મારી નાખવામાં આવ્યા છે તે તથા કેદીઓના લોહીથી, શત્રુઓના આગેવાનોના માથાના લોહીથી, મારાં બાણોને લોહી પાઈને તૃપ્ત કરીશ, અને મારી તલવાર માંસ ખાશે.’

પુનર્નિયમ 32:43 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઓ દેશજાતિઓ, ઈશ્વરના લોકોની સાથે આનંદ કરો, તે પોતાના સેવકોના ખૂનનો બદલો લેશે, અને પોતાના શત્રુઓ પર વેર વાળશે, અને પોતાના દેશનું તથા પોતાના લોકનું પ્રાયશ્ચિત કરશે.

પુનર્નિયમ 32:44 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મૂસા અને નૂનના દીકરા યહોશુઆએ આ ગીતનાં શબ્દો લોકોની સમક્ષ બોલ્યા.

પુનર્નિયમ 32:45 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી મૂસા સર્વ ઇઝરાયલીઓને આ વચનો કહી રહ્યો.

પુનર્નિયમ 32:46 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે તેણે કહ્યું કે, જે સર્વ વચનોની આજે હું તમારી સમક્ષ સાક્ષી પૂરું છું તે પર તમારું ચિત્ત લગાડો; અને તે વિષે તમારાં સંતાનોને આજ્ઞા કરજો કે, આ નિયમનાં સર્વ વચનો તેઓ પાળે તથા અમલમાં મૂકે.

પુનર્નિયમ 32:47 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આ નિયમો નકામી વાત નથી કેમ કે તેમાં તમારું જીવન છે અને જે દેશનું વતન પ્રાપ્ત કરવા તમે યર્દન પાર જાઓ છો તેમાં તમે રહીને આ બાબતને લીધે તમે તમારું આયુષ્ય વધારશો.”

પુનર્નિયમ 32:48 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે જ દિવસે યહોવાહે મૂસાને કહ્યું,

પુનર્નિયમ 32:49 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
“મોઆબ દેશમાં યરીખોની સામે અબારીમ પર્વતોમાં નબો પર્વત પર ચઢીને જે કનાન દેશ હું ઇઝરાયલપુત્રોને આપવાનો છું તે તું જોઈ લે.

પુનર્નિયમ 32:50 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અને જે પર્વત પર તું ચઢે છે ત્યાં તું મૃત્યુ પામ અને તારા પિતૃઓની સાથે મળી જા; જેમ તારો ભાઈ હારુન હોર પર્વત પર મૃત્યુ પામીને તારા પૂર્વજો સાથે મળી ગયો તે મુજબ.

પુનર્નિયમ 32:51 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કારણ કે તેં સીનના અરણ્યમાં કાદેશ આગળ આવેલા મરીબાનાં પાણી નજીક મારા પર અવિશ્વાસુ કરીને ઇઝરાયલપુત્રો આગળ મને પવિત્ર માન્યો નહિ.

પુનર્નિયમ 32:52 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે તે દેશને તું દૂરથી જોશે; પણ જે દેશ હું ઇઝરાયલપુત્રોને આપનાર છું તેમાં પ્રવેશ કરી શકીશ નહિ.”

Available Bible Translations

American Standard Version (ASV)
Deuteronomy 32 (ASV) »
King James Version (KJV)
Deuteronomy 32 (KJV) »
GOD’S WORD® (GW)
Deuteronomy 32 (GW) »
Berean Bible (BSB)
Deuteronomy 32 (BSB) »
World English Bible (WEB)
Deuteronomy 32 (WEB) »
French Bible (LSG)
Deutéronome 32 (LSG) »
German Bible (LUTH1912)
Deuteronomium 32 (LUTH1912) »
Hebrew Bible (HEB)
דברים 32 (HEB) »
Portuguese Bible (BSL)
Deuteronômio 32 (BSL) »
Spanish Bible (RVA)
Deuteronomio 32 (RVA) »
Italian Bible (RIV)
Deuteronomio 32 (RIV) »
Chinese Simplified (CUVS)
申 命 记 32 (CUVS) »
Chinese Traditional (CUVT)
申 命 記 32 (CUVT) »
Swedish Bible (SV1917)
5 Mosebok 32 (SV1917) »
Hungarian Bible (KAR)
5 Mózes 32 (KAR) »
Japanese Bible (JPN)
申命記 32 (JPN) »
Norwegian Bible (NORSK)
5 Mosebok 32 (NORSK) »

પુનર્નિયમ (GUJIRV) Chapter Selection

GUJIRV Book Selection List