1 કાળવૃતાંત Chapter 16 GUJIRV Bible Verse Images

1 કાળવૃતાંત 16 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share 1 કાળવૃતાંત 16 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


1 કાળવૃતાંત 16:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓએ ઈશ્વરના કોશને અંદર લાવીને, તેને માટે દાઉદે બાંધેલા મંડપની વચ્ચે તેને મૂક્યો. તેઓએ ઈશ્વરની આગળ દહનીયાર્પણો તથા શાંત્યર્પણો ચઢાવ્યાં.

1 કાળવૃતાંત 16:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જયારે દાઉદ દહનીયાર્પણો તથા શાંત્યર્પણો ચઢાવી રહ્યો, ત્યારે તેણે યહોવાહને નામે લોકોને આશીર્વાદ આપ્યો.

1 કાળવૃતાંત 16:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેણે ઇઝરાયલના દરેક પુરુષ તથા સ્ત્રીને, એક એક ભાખરી, માંસનો કટકો તથા સૂકી દ્રાક્ષનો એકેક ઝૂમખો વહેંચી આપ્યો.

1 કાળવૃતાંત 16:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહોવાહના કોશની આગળ સેવા કરવા તથા ઇઝરાયલના ઈશ્વર યહોવાહનાં ગીત ગાવા, આભાર માનવા, સ્તુતિ કરવા તથા તેમની સંમુખ ઉજવણી કરવા માટે દાઉદે કેટલાક લેવીઓને નીમ્યા.

1 કાળવૃતાંત 16:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આસાફ આગેવાન હતો. તેનાથી ઊતરતે દરજ્જે ઝખાર્યા, યઝીએલ, શમિરામોથ, યહીએલ, માત્તિથ્યા, અલિયાબ, બનાયા, ઓબેદ-અદોમ તથા યેઈએલ હતા. તેઓ સિતાર અને વીણા વગાડતા હતા. આસાફ મોટેથી ઝાંઝ વગાડતો હતો.

1 કાળવૃતાંત 16:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
બનાયા તથા યાહઝીએલ યાજકો ઈશ્વરના કરારકોશની આગળ નિયમિત રણશિંગડાં વગાડતા હતા.

1 કાળવૃતાંત 16:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી તે દિવસે દાઉદે આસાફ તથા તેના ભાઈઓની મારફતે યહોવાહની સ્તુતિ માટે નીમ્યા.

1 કાળવૃતાંત 16:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઈશ્વરનો આભાર માનો, તેમના નામે પ્રાર્થના કરો; લોકોમાં તેમના અદ્દભુત કાર્યો જાહેર કરો.

1 કાળવૃતાંત 16:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમના ગુણગાન ગાઓ, તેમનાં સ્તુતિગાન કરો; તેમનાં સર્વ અદ્દભુત કાર્યોનું મનન કરો.

1 કાળવૃતાંત 16:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તમે તેમના પવિત્ર નામનું ગૌરવ જાળવો; યહોવાહના ભક્તોનાં હૃદયો આનંદમાં રહો.

1 કાળવૃતાંત 16:11 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહોવાહને તથા તેમના સામર્થ્યને તમે શોધો; સદાસર્વદા તેમના મુખને શોધો.

1 કાળવૃતાંત 16:12 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જે અદ્દભુત કામો તેમણે કર્યાં છે તે યાદ રાખો, તેમના ચમત્કારો તથા તેમના મુખનાં ન્યાયવચનો યાદ રાખો.

1 કાળવૃતાંત 16:13 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તમે ઈશ્વરના સેવક ઇઝરાયલના વંશજો છો, તમે યાકૂબના લોકો, તેમના પસંદ કરેલા છો.

1 કાળવૃતાંત 16:14 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે આપણા ઈશ્વર, યહોવાહ છે. તેમની સત્તા સમગ્ર પૃથ્વી પર છે.

1 કાળવૃતાંત 16:15 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમના કરાર તમે સદાકાળ યાદ રાખો, એટલે હજારો પેઢીઓ સુધી કાયમ રાખવાનું જે વચન તેમણે આપ્યું, તે યાદ રાખો.

1 કાળવૃતાંત 16:16 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઇબ્રાહિમની સાથે જે કરાર તેમણે કર્યો અને ઇસહાકની સાથે જે પ્રતિજ્ઞા તેમણે કરી.

1 કાળવૃતાંત 16:17 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એ જ વચન યાકૂબને માટે નિયમ તરીકે અને ઇઝરાયલને માટે સદાકાળના કરાર તરીકે રહેશે.

1 કાળવૃતાંત 16:18 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે કહ્યું, “હું તને આ કનાન દેશ આપીશ, તે તારા વારસાનો ભાગ થશે.”

1 કાળવૃતાંત 16:19 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જયારે મેં આ કહ્યું ત્યારે તમે સંખ્યામાં થોડા જ હતા, તદ્દન થોડા જ અને તમે અજાણ્યા હતા.

1 કાળવૃતાંત 16:20 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ એક દેશથી બીજે દેશ અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ભટક્યા કરતા હતા.

1 કાળવૃતાંત 16:21 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે ઈશ્વરે તેઓ પર કોઈને જુલમ કરવા દીધો નહિ; તેઓને લીધે તેમણે રાજાઓને શિક્ષા કરી.

1 કાળવૃતાંત 16:22 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે કહ્યું, “મારા અભિષિક્તોને અડશો નહિ અને મારા પ્રબોધકોને નુકસાન પહોંચાડશો નહિ.”

1 કાળવૃતાંત 16:23 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હે આખી પૃથ્વીના લોકો, યહોવાહના ગુણગાન કરો; દિનપ્રતિદિન તેમના તારણને જાહેર કરો.

1 કાળવૃતાંત 16:24 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
રાષ્ટ્રોમાં તેમનો મહિમા પ્રગટ કરો. સર્વ દેશજાતિઓમાં તેમનાં અદ્દ્ભુત કાર્યો જાહેર કરો.

1 કાળવૃતાંત 16:25 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે યહોવાહ મહાન છે તથા અતિ વિશેષ સ્તુતિપાત્ર છે, અને બીજા દેવો કરતાં તેઓનું ભય રાખવું યોગ્ય છે.

1 કાળવૃતાંત 16:26 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે લોકોના સર્વ દેવો મૂર્તિઓ જ છે, પણ યહોવાહે તો આકાશો બનાવ્યાં છે.

1 કાળવૃતાંત 16:27 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમની સંમુખ ગૌરવ તથા મહિમા છે. તેમના ભક્તિસ્થાનમાં સામર્થ્ય તથા આનંદ છે.

1 કાળવૃતાંત 16:28 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હે લોકોનાં કુળો, તમે યહોવાહને, હા, યહોવાહને જ, ગૌરવ તથા સામર્થ્યનું માન આપો.

1 કાળવૃતાંત 16:29 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહોવાહના નામને ઘટિત ગૌરવ આપો. અર્પણ લઈને તેમની હજૂરમાં આવો. પવિત્ર વસ્ત્રો ધારણ કરીને યહોવાહની આગળ નમો.

1 કાળવૃતાંત 16:30 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સમગ્ર પૃથ્વી તેમની સમક્ષ ધ્રૂજે. જગત પણ એવી રીતે સ્થપાયેલું છે કે, તેને હલાવી શકાય તેમ નથી.

1 કાળવૃતાંત 16:31 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આકાશો આનંદ કરે તથા પૃથ્વી હરખાય; વિદેશીઓ મધ્યે એવું કહેવાય કે, “યહોવાહ રાજ કરે છે.”

1 કાળવૃતાંત 16:32 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સમુદ્ર તથા તેમા જે છે તે ગર્જના કરે છે. ખેતરો તથા તેઓમાં જે છે, તે સર્વ ઉત્સાહ કરે છે.

1 કાળવૃતાંત 16:33 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી જંગલનાં વૃક્ષો યહોવાહની આગળ હર્ષનાદ કરશે, કેમ કે તેઓ પૃથ્વીના લોકોનો ન્યાય કરવા આવે છે.

1 કાળવૃતાંત 16:34 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહોવાહનો આભાર માનો, કેમ કે તેઓ કૃપાળુ છે, કેમ કે તેમનું વિશ્વાસુપણું સદાકાળ રહે છે.

1 કાળવૃતાંત 16:35 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
બોલો, “હે અમારા ઉદ્ધારનાર ઈશ્વર અમારો ઉદ્ધાર કરો. બીજી પ્રજાઓથી અમારી રક્ષા કરો અને અમને એકત્રિત કરો, કે જેથી અમે તમારા પવિત્ર નામનો આભાર માનીએ અને તમારી સ્તુતિ ગાઈએ.”

1 કાળવૃતાંત 16:36 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઇઝરાયલના ઈશ્વર, યહોવાહ અનાદિકાળથી તે અનંતકાળ માટે સ્તુત્ય થાઓ. પછી સર્વ લોકોએ “આમીન” કહીને યહોવાહની સ્તુતિ કરી.

1 કાળવૃતાંત 16:37 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યાર પછી દાઉદે ત્યાં યહોવાહના કરારકોશની સેવા કરવા માટે આસાફની તથા તેના ભાઈઓની, કોશની આગળ રોજના કામની જરૂરિયાત પ્રમાણે નિત્ય સેવા માટે નિમણૂક કરી.

1 કાળવૃતાંત 16:38 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમ જ યદૂથૂનનો પુત્ર ઓબેદ-અદોમ તથા હોસા અને તેઓના અડસઠ સંબંધીઓને દ્વારપાળો તરીકે નીમ્યા.

1 કાળવૃતાંત 16:39 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સાદોક યાજકને તથા તેના સાથી યાજકોને ગિબ્યોનમાંના ઘર્મસ્થાનોમાં યહોવાહના મંડપની સેવા માટે પસંદ કર્યો.

1 કાળવૃતાંત 16:40 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહોવાહે, ઇઝરાયલને ફરમાવેલા નિયમશાસ્ત્રમાં જે સર્વ લખેલું છે, તે પ્રમાણે દરરોજ સવારે તથા સાંજે દહનીયાર્પણની વેદી પર યહોવાહને દહનીયાર્પણો ચઢાવવા માટે તેઓને નીમ્યા.

1 કાળવૃતાંત 16:41 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓની સાથે તેણે હેમાન તથા યદૂથૂન તથા બાકીના પસંદ કરેલા અન્યો કે જેઓ નામવાર નોંધાયેલા હતા, તેઓને યહોવાહ કે જેમની કરુણા સર્વકાળ સુધી ટકે છે તેમની આભારસ્તુતિ કરવા માટે નીમ્યા.

1 કાળવૃતાંત 16:42 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હેમાન તથા યદૂથૂનને ગીતોને માટે રણશિંગડાં, ઝાંઝ તથા અન્ય વાજિંત્રો આપવામાં આવ્યાં. યદૂથૂનના પુત્રોને દ્વારપાળોનું કામ સોંપવામાં આવ્યું હતું.

1 કાળવૃતાંત 16:43 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી સર્વ લોકો પાછા પોતપોતાને ઘરે ગયા અને દાઉદ પોતાના કુટુંબનાં માણસોને આશીર્વાદ આપવા માટે પોતાના મહેલમાં પાછો ગયો.

Available Bible Translations

American Standard Version
1 Chronicles 16 (ASV) »
King James Version
1 Chronicles 16 (KJV) »
GOD’S WORD® (GW)
1 Chronicles 16 (GW) »
World English Bible
1 Chronicles 16 (WEB) »
Louis Segond 1910
1 Chroniques 16 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
1 इतिहास 16 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
1 ਇਤਿਹਾਸ 16 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
1 বংশাৱলি 16 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
1 நாளாகமம் 16 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
1 इतिहास 16 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
1 దినవృత్తాంతాలు 16 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
1 ಪೂರ್ವಕಾಲವೃತ್ತಾಂತ 16 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
١ أخبار 16 (AVD) »
תנ ך עברי מודרני
דברי הימים א 16 (HEB) »
Bíblia Sagrada Português
1 Crônicas 16 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
1 Sử Ký 16 (VIE) »
Reina Valera Antigua
1 Crónicas 16 (RVA) »
圣 经 简体中文和合本
历 代 志 上 16 (CUVS) »
聖 經 繁體中文和合本
歷 代 志 上 16 (CUVT) »
Bibla e Shenjtë
1 Kronikave 16 (ALB) »
Библия на русском
1 Паралипоменон 16 (RUSV) »
Українська Біблія
1 хроніки 16 (UKR) »
Szent Biblia - Magyar
1 Krónika 16 (KAR) »
Българска Библия
1 Летописи 16 (BULG) »
De Heilige Schrift
1 Kronieken 16 (NLD) »

1 કાળવૃતાંત (GUJIRV) Chapter Selection

GUJIRV Book Selection List