પ્રેરિતોનાં ક્રત્યો Chapter 21 GUJIRV Bible Verse Images

પ્રેરિતોનાં ક્રત્યો 21 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share પ્રેરિતોનાં ક્રત્યો 21 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


પ્રેરિતોનાં ક્રત્યો 21:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એમ થયું કે, અમે તેઓનાથી જુદા થયા પછી વહાણ હંકારીને સીધે રસ્તે કોસ આવ્યા, અને બીજે દિવસે રોડેસ પછી ત્યાંથી પાતરા આવ્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 21:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ફિનીકિયા જનાર એક વહાણ મળ્યું તેથી અમે તેમાં બેસીને રવાના થયા.

પ્રેરિતોનાં ક્રત્યો 21:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી સાયપ્રસ (ટાપુ) નજરે પડ્યો, એટલે તેને ડાબી તરફ મૂકીને અમે સિરિયા ગયા, અને તૂર ઊતર્યા; કેમ કે ત્યાં વહાણનો માલ ઉતારવાનો હતો.

પ્રેરિતોનાં ક્રત્યો 21:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અમને શિષ્યો મળી આવ્યા. તેથી અમે સાત દિવસ ત્યાં રહ્યા; તેઓએ પવિત્ર આત્મા (ની પ્રેરણા) થી પાઉલને કહ્યું કે, ‘તારે યરુશાલેમમાં પગ મૂકવો નહિ.’”

પ્રેરિતોનાં ક્રત્યો 21:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે દિવસો પૂરા થયા પછી એમ થયું કે અમે નીકળીને આગળ ચાલ્યા, ત્યારે તેઓ સર્વ, સ્ત્રી છોકરાં સહિત, શહેરની બહાર સુધી અમને વિદાય આપવાને આવ્યા; અમે સમુદ્રકાંઠે ઘૂંટણે પાડીને પ્રાર્થના કરી,

પ્રેરિતોનાં ક્રત્યો 21:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એકબીજાને ભેટીને અમે વહાણમાં બેઠા, અને તેઓ પાછા ઘરે ગયાં.

પ્રેરિતોનાં ક્રત્યો 21:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી અમે તૂરથી સફર પૂરી કરીને ટાલેમાઈસ આવી પહોંચ્યા; ભાઈઓને ભેટીને એક દિવસ તેઓની સાથે રહ્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 21:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
બીજે દિવસે અમે (ત્યાંથી) નીકળીને કાઈસારિયામાં આવ્યા, સુવાર્તિક ફિલિપ જે સાત (સેવકો) માંનો એક હતો તેને ઘરે જઈને તેની સાથે રહ્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 21:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આ માણસને ચાર કુંવારી દીકરીઓ હતી, તેઓ પ્રબોધિકાઓ હતી.

પ્રેરિતોનાં ક્રત્યો 21:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અમે ત્યાં ઘણા દિવસ રહ્યા, એટલામાં આગાબસ નામે એક પ્રબોધક યહૂદિયાથી આવ્યો.

પ્રેરિતોનાં ક્રત્યો 21:11 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેણે અમારી પાસે આવીને પાઉલનો કમરબંધ લીધો, અને પોતાના હાથ પગ બાંધીને કહ્યું કે, ‘પવિત્ર આત્મા એમ કહે છે કે, ‘જે માણસનો આ કમરબંધ છે તેને યરુશાલેમમાંના યહૂદીઓ આવી રીતે બાંધીને બિનયહૂદીઓના હાથમાં સોંપશે.’”

પ્રેરિતોનાં ક્રત્યો 21:12 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અમે એ સાંભળ્યું, ત્યારે અમે તથા ત્યાંના લોકોએ પણ તેને યરુશાલેમ ન જવાની વિનંતી કરી.

પ્રેરિતોનાં ક્રત્યો 21:13 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે પાઉલે ઉત્તર દીધો કે, તમે શા માટે રડો છો, અને મારું દિલ દુ:ખવો છો? હું તો એકલો બંધાવાને નહિ, પણ પ્રભુ ઈસુના નામને સારુ યરુશાલેમમાં મરવાને પણ તૈયાર છું.

પ્રેરિતોનાં ક્રત્યો 21:14 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જયારે તેણે માન્યું નહિ, ત્યારે ‘પ્રભુની ઇચ્છા પ્રમાણે થાઓ,’ એવું કહીને અમે શાંત રહ્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 21:15 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે દિવસો પછી અમે અમારો સામાન લઈને યરુશાલેમ ગયા.

પ્રેરિતોનાં ક્રત્યો 21:16 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
શિષ્યોમાંના કેટલાક કાઈસારિયામાંથી અમારી સાથે આવ્યા, અને સાયપ્રસના મનાસોન નામના એક જૂના શિષ્યના ઘરે, જ્યાં અમારે રોકવાનું હતું, તેને ત્યાં તેઓએ અમને પહોંચાડ્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 21:17 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અમે યરુશાલેમ આવ્યા ત્યારે ભાઈઓએ આનંદથી અમારો આવકાર કર્યો.

પ્રેરિતોનાં ક્રત્યો 21:18 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
બીજે દિવસે પાઉલ અમારી સાથે યાકૂબને ઘરે ગયો, અને સઘળા વડીલો ત્યાં હાજર હતા.

પ્રેરિતોનાં ક્રત્યો 21:19 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેણે તેઓને ભેટીને ઈશ્વરે તેની સેવા વડે બિનયહૂદીઓમાં જે કામ કરાવ્યા હતા તે વિષે વિગતવાર કહી સંભળાવ્યું.

પ્રેરિતોનાં ક્રત્યો 21:20 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓએ તે સાંભળીને ઈશ્વરની સ્તુતિ કરતા કહ્યું કે, ભાઈ, યહૂદીઓમાંના હજારો વિશ્વાસીઓ થયા છે, એ તુ જુએ છે; અને તેઓ સર્વ ચુસ્ત રીતે નિયમશાસ્ત્રને પાળે છે.

પ્રેરિતોનાં ક્રત્યો 21:21 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓએ તારા વિષે સાંભળ્યું છે કે, તું મૂસાના નિયમશાસ્ત્રનો તથા યહૂદી રીતરિવાજોનો વિરોધી છે. બિનયહૂદીઓમાં વસતા યહૂદી વિશ્વાસીઓના છોકરાંનીઓની સુન્નત કરાવવી નહિ, પૂર્વજોના રીતરિવાજ પ્રમાણે ચાલવું નહિ, એવું તું શીખવે છે.

પ્રેરિતોનાં ક્રત્યો 21:22 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તો હવે શું કરવું? તું આવ્યો છે એ વિષે લોકોને ચોક્કસ ખબર પડશે જ.

પ્રેરિતોનાં ક્રત્યો 21:23 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
માટે અમે તને કહીએ તેમ કર; અમારામાંના ચાર માણસોએ શપથ લીધેલ છે;

પ્રેરિતોનાં ક્રત્યો 21:24 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓને લઈને તેઓની સાથે તું પણ પોતાને શુદ્ધ કર, અને તેઓને સારુ ખર્ચ કર, કે તેઓ પોતાના માથાં મૂંડાવે; એટલે સઘળા જાણશે કે, તારા વિષે જે તેઓએ સાંભળ્યું છે તેમાં કંઈ સાચું નથી, પરંતુ તું પોતે પણ નિયમશાસ્ત્ર પાળીને તે પ્રમાણે ચાલે છે.

પ્રેરિતોનાં ક્રત્યો 21:25 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ બિનયહૂદી વિશ્વાસીઓ સંબંધી અમે ઠરાવીને લખી મોકલ્યું છે કે, તેઓ મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી, લોહીથી, ગૂંગળાવીને મારેલાથી, તથા વ્યભિચારથી દૂર રહે.’”

પ્રેરિતોનાં ક્રત્યો 21:26 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે પાઉલ બીજે દિવસે તે માણસોને લઈને તેઓની સાથે શુદ્ધ થઈને ભક્તિસ્થાનમાં ગયો. અને એવું જાહેર કર્યું કે તેઓમાંના દરેકને સારુ અર્પણ ચઢાવવામાં આવશે ત્યારે જ શુધ્ધીકરણના દિવસો પૂરા થશે.

પ્રેરિતોનાં ક્રત્યો 21:27 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે સાત દિવસ પૂરા થવા આવ્યા ત્યારે આસિયાના યહૂદીઓએ તેને ભક્તિસ્થાનમાં જોઈને સર્વ લોકોને ઉશ્કેરીને તેના પર હાથ નાખીને તેને પકડી લીધો;

પ્રેરિતોનાં ક્રત્યો 21:28 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓએ બૂમ પાડી કે, ‘હે ઇઝરાયલી માણસો, સહાય કરો: જે માણસ સર્વ જગ્યાએ લોકોની તથા નિયમશાસ્ત્રની તથા આ જગ્યાની વિરુદ્ધ સર્વને શીખવે છે તે આ છે; વળી તેણે ગ્રીકોને પણ ભક્તિસ્થાનમાં લાવીને આ પવિત્ર જગ્યાને અશુદ્ધ કરી છે.

પ્રેરિતોનાં ક્રત્યો 21:29 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
(કેમ કે તેઓએ એફેસસના ત્રોફીમસને તેની સાથે શહેરમાં પહેલાં જોયો હતો, પાઉલ તેને ભક્તિસ્થાનમાં લાવ્યો હશે એવું તેઓએ માન્યું.)

પ્રેરિતોનાં ક્રત્યો 21:30 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે આખા શહેરમાં ધમાલ મચી ગઈ, લોકો દોડીને એકઠા થઈ ગયા, અને તેઓએ પાઉલને પકડીને ભક્તિસ્થાનમાંથી બહાર કાઢી મૂક્યો, અને તરત બારણાં બંધ કરવામાં આવ્યાં.

પ્રેરિતોનાં ક્રત્યો 21:31 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ તેને મારી નાખવાની તૈયારીમાં હતા એટલામાં પલટણના આગેવાનને સમાચાર મળ્યા કે, આખા યરુશાલેમમાં હુલ્લડ મચી રહ્યું છે.

પ્રેરિતોનાં ક્રત્યો 21:32 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે સિપાઈઓને તથા શતપતિઓને સાથે લઈને તે તેઓ પાસે દોડી આવ્યો, અને તેઓએ સરદારને તથા સિપાઈઓને જોયા ત્યારે પાઉલને મારવાનું બંધ કર્યું.

પ્રેરિતોનાં ક્રત્યો 21:33 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે સરદારે પાસે આવીને તેને પકડીને બે સાંકળથી બાંધવાની આજ્ઞા આપી; અને પૂછ્યું કે, ‘એ કોણ છે, અને એણે શું કર્યું છે?’

પ્રેરિતોનાં ક્રત્યો 21:34 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે લોકોમાંના કેટલાકે એક વાત કરી અને કેટલાકે બીજી વાત કરી, તેથી ગડબડના કારણથી તે ચોક્કસ જાણી શક્યો નહિ, ત્યારે તેણે તેને કિલ્લામાં લઈ જવાની આજ્ઞા આપી.

પ્રેરિતોનાં ક્રત્યો 21:35 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પાઉલ પગથિયાં પર ચઢયો ત્યારે એમ થયું કે, લોકોના ધસારાને લીધે સિપાઈઓને તેને ઊંચકી લઈ જવો પડ્યો;

પ્રેરિતોનાં ક્રત્યો 21:36 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે લોકોની ભીડ તેઓની પાછળ ને પાછળ ચાલીને બૂમ પાડતી હતી કે, ‘તેને મારી નાખો.’”

પ્રેરિતોનાં ક્રત્યો 21:37 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ પાઉલને કિલ્લામાં લઈ જતા હતા, એટલામાં તેણે સરદારને કહ્યું કે, ‘મને તારી સાથે બોલવાની રજા છે?’ ત્યારે તેણે કહ્યું કે, શું તું ગ્રીક ભાષા જાણે છે?

પ્રેરિતોનાં ક્રત્યો 21:38 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મિસરીએ કેટલાક સમય ઉપર ચાર હજાર ખૂનીઓને ઉશ્કેરીને બળવો કરાવ્યો અને તેઓનો (આગેવાન થઈને) તેઓને બહાર અરણ્યમાં લઈ ગયો તે શું તું નથી?’

પ્રેરિતોનાં ક્રત્યો 21:39 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ પાઉલે કહ્યું કે, ‘હું કિલીકિયાના તાર્સસનો યહૂદી છું, હું કંઈ અપ્રસિદ્ધ શહેરનો વતની નથી; હું તને વિનંતી કરું છું કે, લોકોની આગળ મને બોલવાની રજા આપ.’”

પ્રેરિતોનાં ક્રત્યો 21:40 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેણે તેને રજા આપી, ત્યારે પાઉલે પગથિયાં પર ઊભા રહીને લોકોને હાથે ઇશારો કર્યો, તેઓ બધા એકદમ શાંત થઈ ગયા, ત્યારે તેણે હિબ્રૂ ભાષામાં બોલતાં કહ્યું કે.

Available Bible Translations

American Standard Version
Acts 21 (ASV) »
King James Version
Acts 21 (KJV) »
GOD’S WORD® (GW)
Acts 21 (GW) »
Berean Bible
Acts 21 (BSB) »
World English Bible
Acts 21 (WEB) »
Louis Segond 1910
Actes 21 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
प्रेरितों के काम 21 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਰਸੂਲਾਂ ਦੇ ਕਰਤੱਬ 21 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
पশিষ্যচরিত 21 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
அப்போஸ்தலருடைய நடபடிகள் 21 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
प्रेषितांचीं कृत्यें 21 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
అపొస్తలుల కార్యములు 21 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಅಪೊಸ್ತಲರ ಕೃತ್ಯಗಳು 21 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
أَعْمَالُ ٱلرُّسُلِ 21 (AVD) »
תנ ך עברי מודרני
מעשי השליחים 21 (HEB) »
Bíblia Sagrada Português
Atos 21 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Công Vụ Các Sứ đồ 21 (VIE) »
Reina Valera Antigua
Hechos 21 (RVA) »
La Sacra Bibbia
Atti 21 (RIV) »
圣 经 简体中文和合本
使 徒 行 传 21 (CUVS) »
聖 經 繁體中文和合本
使 徒 行 傳 21 (CUVT) »
Библия на русском
Деяния 21 (RUSV) »
Українська Біблія
Дії 21 (UKR) »
Szent Biblia - Magyar
Apostolok 21 (KAR) »
Българска Библия
Деяния 21 (BULG) »
De Heilige Schrift
Handelingen 21 (NLD) »

પ્રેરિતોનાં ક્રત્યો (GUJIRV) Chapter Selection

GUJIRV Book Selection List