પ્રેરિતોનાં ક્રત્યો Chapter 13 GUJIRV Bible Verse Images

પ્રેરિતોનાં ક્રત્યો 13 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share પ્રેરિતોનાં ક્રત્યો 13 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


પ્રેરિતોનાં ક્રત્યો 13:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હવે અંત્યોખમાં જે વિશ્વાસી સમુદાય હતો તેમાં કેટલાક પ્રબોધકો તથા ઉપદેશકો હતા, એટલે બાર્નાબાસ તથા શિમયોન જે નિગેર કહેવાતો હતો તે, તથા કુરેનીનો લુકિયસ, તથા હેરોદ રાજાનો દૂધભાઈ મનાહેમ, તથા શાઉલ.

પ્રેરિતોનાં ક્રત્યો 13:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ પ્રભુનું ભજન કરતા તથા ઉપવાસ કરતા હતા, ત્યારે પવિત્ર આત્માએ તેઓને કહ્યું કે, જે સેવાકામ કરવા સારુ મેં બાર્નાબાસ તથા શાઉલને બોલાવ્યા છે તે સેવાકામને વાસ્તે તેઓને મારે સારુ અલગ કરો.

પ્રેરિતોનાં ક્રત્યો 13:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે તેઓએ ઉપવાસ તથા પ્રાર્થના કરીને તથા તેઓ પર હાથ મૂકીને તેઓને વિદાય કર્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 13:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એ પ્રમાણે પવિત્ર આત્માનાં મોકલવાથી તેઓ સલૂકિયા ગયા; તેઓ ત્યાંથી વહાણમાં બેસીને સાઈપ્રસમાં ગયા.

પ્રેરિતોનાં ક્રત્યો 13:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ સાલામિસ આવ્યા, ત્યારે તેઓએ યહૂદીઓના સભાસ્થાનોમાં ઈશ્વરનું વચન પ્રગટ કર્યું; યોહાન પણ સહાયક તરીકે તેઓની સાથે હતો.

પ્રેરિતોનાં ક્રત્યો 13:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ તે ટાપુ ઓળંગીને પાફોસ ગયા, ત્યાં બાર-ઈસુ નામનો એક યહૂદી તેઓને મળ્યો, તે જાદુગર તથા જૂઠો પ્રબોધક હતો.

પ્રેરિતોનાં ક્રત્યો 13:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ટાપુનો હાકેમ, સર્જિયસ પાઉલ, જે બુદ્ધિશાળી માણસ હતો, તેની સાથે તે હતો. તે હાકેમે બાર્નાબાસ તથા શાઉલને પોતાની પાસે બોલાવીને ઈશ્વરનું વચન સાંભળવાની ઇચ્છા બતાવી.

પ્રેરિતોનાં ક્રત્યો 13:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ એલિમાસ જાદુગર કેમ કે તેના નામનો અર્થ એ જ છે, તે હાકેમને વિશ્વાસ કરતાં અટકાવવાના ઇરાદા સાથે તેઓની સામો થયો.

પ્રેરિતોનાં ક્રત્યો 13:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ શાઉલે જે પાઉલ પણ કહેવાય છે, પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેની સામે એક નજરે જોઈને કહ્યું કે,

પ્રેરિતોનાં ક્રત્યો 13:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
‘અરે સર્વ કપટ તથા સર્વ કાવતરાંથી ભરપૂર, શેતાનના દીકરા અને સર્વ ન્યાયીપણાના શત્રુ, શું પ્રભુના સીધા માર્ગને વાંકા કરવાનું તું મૂકી દઈશ નહિ?’

પ્રેરિતોનાં ક્રત્યો 13:11 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હવે, જો, પ્રભુનો હાથ તારી વિરુદ્ધ છે, કેટલીક મુદત સુધી તું અંધ રહેશે, અને તને સૂર્ય દેખાશે નહિ. ત્યારે એકાએક ઘૂમર તથા અંધકાર તેના પર આવી પડ્યાં, અને હાથ પકડીને પોતાને દોરે એવાની તેણે શોધ કરવા માંડી.

પ્રેરિતોનાં ક્રત્યો 13:12 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અને જે થયું તે હાકેમે જોયું ત્યારે તેણે પ્રભુ વિષેના બોધથી વિસ્મય પામીને વિશ્વાસ કર્યો.

પ્રેરિતોનાં ક્રત્યો 13:13 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી પાઉલ તથા તેના સાથીઓ પાફોસથી વહાણમાં બેસીને પામ્ફૂલિયાના પેર્ગા બંદરમાં આવ્યા, અને યોહાન તેઓને મૂકીને યરુશાલેમ પાછો ચાલ્યો ગયો.

પ્રેરિતોનાં ક્રત્યો 13:14 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ તેઓ પેર્ગાથી આગળ જતા પીસીદિયાના અંત્યોખ આવ્યા; અને વિશ્રામવારે સભાસ્થાનમાં જઈને બેઠા.

પ્રેરિતોનાં ક્રત્યો 13:15 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોના વચનોનું વાંચન પૂરું થયા પછી સભાસ્થાનના અધિકારીઓએ તેઓને કહેવડાવ્યું કે, ભાઈઓ, જો તમારે લોકોને બોધરૂપી કંઈ વાત કહેવી હોય તો કહી સંભળાવો.

પ્રેરિતોનાં ક્રત્યો 13:16 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે પાઉલ ઊભો થઈને અને હાથથી ઇશારો કરીને બોલ્યો કે, ઓ ઇઝરાયલી માણસો તથા તમે ઈશ્વરનું સન્માન જાળવનારાઓ, સાંભળો;

પ્રેરિતોનાં ક્રત્યો 13:17 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આ ઇઝરાયલી લોકોના ઈશ્વરે આપણા પૂર્વજોને પસંદ કર્યા, અને તેઓ મિસર દેશમાં રહેતા હતા, ત્યારે તેઓને આઝાદ કર્યા, અને તે તેઓને ત્યાંથી પરાક્રમી હાથ વડે કાઢી લાવ્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 13:18 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઈશ્વરે ચાળીસ વર્ષ સુધી અરણ્યમાં તેઓની વર્તણૂક સહન કરી.

પ્રેરિતોનાં ક્રત્યો 13:19 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અને કનાન દેશમાંના સાત રાજ્યોના લોકોનો નાશ કરીને તેમણે તેઓનો દેશ આશરે ચારસો પચાસ વર્ષ સુધી તેઓને વતન તરીકે આપ્યો;

પ્રેરિતોનાં ક્રત્યો 13:20 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એ પછી તેમણે શમુએલ પ્રબોધકના સમય સુધી તેઓને ન્યાયાધીશો આપ્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 13:21 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યાર પછી તેઓએ રાજા માગ્યો; ત્યારે ઈશ્વરે ચાળીસ વર્ષ સુધી બિન્યામીનના કુળનો કીશનો દીકરો શાઉલ તેઓને રાજા તરીકે આપ્યો.

પ્રેરિતોનાં ક્રત્યો 13:22 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી તેને દૂર કરીને તેમણે દાઉદને તેઓનો રાજા થવા સારુ ઊભો કર્યો, અને તેમણે તેના સંબંધી સાક્ષી આપી કે, ‘મારો મનગમતો એક માણસ, એટલે યિશાઈનો દીકરો દાઉદ, મને મળ્યો છે; તે મારી બધી ઇચ્છા પૂરી કરશે.’

પ્રેરિતોનાં ક્રત્યો 13:23 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એ માણસના વંશમાંથી ઈશ્વરે વચન પ્રમાણે ઇઝરાયલને સારુ એક ઉદ્ધારકને એટલે ઈસુને ઊભા કર્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 13:24 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમના આવ્યા અગાઉ યોહાને બધા ઇઝરાયલી લોકોને પસ્તાવાનું બાપ્તિસ્મા પ્રગટ કર્યું હતું.

પ્રેરિતોનાં ક્રત્યો 13:25 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યોહાન પોતાની દોડ પૂરી કરી રહેવા આવ્યો હતો એ દરમિયાન તે બોલ્યો કે, ‘હું કોણ છું એ વિષે તમે શું ધારો છો? હું તે નથી. પણ જુઓ, જે મારી પાછળ આવે છે, જેમનાં પગનાં ચંપલની દોરી છોડવાને હું યોગ્ય નથી.’

પ્રેરિતોનાં ક્રત્યો 13:26 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ભાઈઓ, ઇબ્રાહિમનાં વંશજો તથા ઈશ્વરનું ભય રાખનારા વિદેશીઓ, આપણી પાસે એ ઉદ્ધારની વાત મોકલવામાં આવી છે.

પ્રેરિતોનાં ક્રત્યો 13:27 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે યરુશાલેમના રહેવાસીઓએ તથા તેઓના અધિકારીઓએ તેમને વિષે તથા પ્રબોધકોની જે વાતો દરેક વિશ્રામવારે વાંચવામાં આવે છે તે વિષે પણ અજ્ઞાન હોવાથી તેમને અપરાધી ઠરાવીને તે ભવિષ્યની વાતો પૂર્ણ કરી.

પ્રેરિતોનાં ક્રત્યો 13:28 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મૃત્યુને યોગ્ય શિક્ષા કરાય એવું કંઈ કારણ તેઓને મળ્યું નહિ, તેમ છતાં પણ તેઓએ પિલાતને એવી વિનંતી કરી કે તેમને મારી નંખાવો.

પ્રેરિતોનાં ક્રત્યો 13:29 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમને વિષે જે લખ્યું હતું તે સઘળું તેઓએ પૂર્ણ કર્યું ત્યારે વધસ્તંભ પરથી તેમને ઉતારીને તેઓએ તેમને કબરમાં મૂક્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 13:30 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ ઈશ્વરે તેમને મૃત્યુમાંથી સજીવન કર્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 13:31 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અને તેમની સાથે ગાલીલથી યરુશાલેમમાં આવેલા માણસોને ઘણાં દિવસ સુધી તે દર્શન આપતા રહ્યા, અને તેઓ હમણાં લોકોની આગળ તેમના સાક્ષી છે.

પ્રેરિતોનાં ક્રત્યો 13:32 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અને જે આશાવચનો આપણા પૂર્વજોને આપવામાં આવ્યા હતા તેનો શુભસંદેશ અમે તમારી પાસે લાવ્યા છીએ કે,

પ્રેરિતોનાં ક્રત્યો 13:33 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઈસુને મૃત્યુમાંથી સજીવન કરીને ઈશ્વરે આપણાં છોકરાં પ્રત્યે તે વચન પૂર્ણ કર્યું છે, અને તે પ્રમાણે બીજા ગીતમાં પણ લખેલું છે કે, તું મારો દીકરો છે, આજ મેં તને જન્મ આપ્યો છે.

પ્રેરિતોનાં ક્રત્યો 13:34 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે તેમને મરણમાંથી ઉઠાડ્યાં, અને તેમનો દેહ સડો પામશે નહિ, તે વિષે તેમણે એમ કહ્યું છે કે, દાઉદ પરના પવિત્ર તથા નિશ્ચિત આશીર્વાદો હું તમને આપીશ.

પ્રેરિતોનાં ક્રત્યો 13:35 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એ માટે તેઓ બીજા વચનોમાં પણ કહે છે કે, તમે પોતાના પવિત્રના દેહને સડવા દેશો નહીં.

પ્રેરિતોનાં ક્રત્યો 13:36 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે દાઉદ તો પોતાના જમાનામાં ઈશ્વરની ઇચ્છા પ્રમાણે સેવા કરીને ઊંઘી ગયો, અને તેને પોતાના પૂર્વજોની બાજુમાં દફનાવવામાં આવ્યો, અને તેનો દેહ સડો પામ્યો.

પ્રેરિતોનાં ક્રત્યો 13:37 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ જેમને ઈશ્વરે મૃત્યુમાંથી સજીવન કર્યા, તેમના દેહને સડો લાગ્યો નહિ.

પ્રેરિતોનાં ક્રત્યો 13:38 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એ માટે, ભાઈઓ, તમને માલૂમ થાય કે, એમના દ્વારા પાપોની માફી છે; તે તમને પ્રગટ કરવામાં આવે છે.

પ્રેરિતોનાં ક્રત્યો 13:39 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અને જે બાબતો વિષે મૂસાના નિયમશાસ્ત્રથી તમે ન્યાય કરી શક્યા નહિ, તે સર્વ વિષે દરેક વિશ્વાસ કરનાર તેમના દ્વારા ન્યાયી ઠરે છે.

પ્રેરિતોનાં ક્રત્યો 13:40 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
માટે સાવધાન રહો, રખેને પ્રબોધકોના લેખમાંનું આ વચન તમારા ઉપર આવી પડે કે,

પ્રેરિતોનાં ક્રત્યો 13:41 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
‘ઓ તિરસ્કાર કરનારાઓ, તમે જુઓ, અને આશ્ચર્ય અનુભવો અને નાશ પામો; કેમ કે તમારા દિવસોમાં હું એવું કાર્ય કરવાનો છું કે, તે વિષે કોઈ તમને કહે, તો તમે તે માનશો જ નહિ.’

પ્રેરિતોનાં ક્રત્યો 13:42 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અને તેઓ ભક્તિસ્થાનમાંથી બહાર આવતા હતા ત્યારે લોકોએ વિનંતી કરી કે, ‘આવતા વિશ્રામવારે એ વચનો ફરીથી અમને કહી સંભળાવજો’.

પ્રેરિતોનાં ક્રત્યો 13:43 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સભાનું વિસર્જન થયા પછી યહૂદીઓ તથા નવા યહૂદી થયેલા ભક્તિમય માણસોમાંના ઘણાં પાઉલ તથા બાર્નાબાસની પાછળ ગયા; તેઓએ તેઓની સાથે વાત કરી, અને તેમને સમજાવ્યું કે ઈશ્વરની કૃપામાં ટકી રહેવું.

પ્રેરિતોનાં ક્રત્યો 13:44 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
બીજે વિશ્રામવારે લગભગ આખું શહેર ઈશ્વરનું વચન સાંભળવા ભેગું થયું.

પ્રેરિતોનાં ક્રત્યો 13:45 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ લોકોની ભીડ જોઈને યહૂદીઓને અદેખાઈ આવી. તેઓએ પાઉલની કહેલી વાતોની વિરુદ્ધ બોલીને તેનું અપમાન કર્યું.

પ્રેરિતોનાં ક્રત્યો 13:46 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે પાઉલે તથા બાર્નાબાસે હિંમતથી કહ્યું કે, ‘ઈશ્વરનું વચન પ્રથમ તમને કહેવાની જરૂર હતી. પણ તમે તેનો નકાર કરો છો અને અનંતજીવન પામવાને પોતાને અયોગ્ય ઠરાવો છો, માટે, જુઓ, અમે બિનયહૂદીઓ તરફ ફરીએ છીએ.

પ્રેરિતોનાં ક્રત્યો 13:47 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે અમને પ્રભુએ એવો હુકમ આપ્યો છે કે, “મેં તમને બિનયહૂદીઓને સારુ અજવાળા તરીકે ઠરાવ્યાં છે કે તમે પૃથ્વીના અંતભાગ સુધી ઉદ્ધાર સિદ્ધ કરનારા થાઓ.”

પ્રેરિતોનાં ક્રત્યો 13:48 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એ સાંભળીને બિનયહૂદીઓએ ખુશ થઈને ઈશ્વરનું વચન મહિમાવાન માન્યું; અને અનંતજીવનને સારુ જેટલાં નિર્માણ કરાયેલા હતા તેટલાંએ વિશ્વાસ કર્યો.

પ્રેરિતોનાં ક્રત્યો 13:49 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે આખા પ્રદેશમાં પ્રભુની વાત ફેલાઈ ગઈ.

પ્રેરિતોનાં ક્રત્યો 13:50 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ યહૂદીઓએ ધાર્મિક તથા કુલીન મહિલાઓને, તથા શહેરના અધિકારીઓને ઉશ્કેરીને પાઉલ તથા બાર્નાબાસને કાઢી મૂક્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 13:51 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ પોતાના પગની ધૂળ તેઓની વિરુદ્ધ ખંખેરીને તેઓ ઈકોનિયા ગયા.

પ્રેરિતોનાં ક્રત્યો 13:52 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
શિષ્યો આનંદથી તથા પવિત્ર આત્માથી ભરપૂર હતા.

Available Bible Translations

American Standard Version
Acts 13 (ASV) »
King James Version
Acts 13 (KJV) »
GOD’S WORD® (GW)
Acts 13 (GW) »
Berean Bible
Acts 13 (BSB) »
World English Bible
Acts 13 (WEB) »
Louis Segond 1910
Actes 13 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
प्रेरितों के काम 13 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਰਸੂਲਾਂ ਦੇ ਕਰਤੱਬ 13 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
पশিষ্যচরিত 13 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
அப்போஸ்தலருடைய நடபடிகள் 13 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
प्रेषितांचीं कृत्यें 13 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
అపొస్తలుల కార్యములు 13 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಅಪೊಸ್ತಲರ ಕೃತ್ಯಗಳು 13 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
أَعْمَالُ ٱلرُّسُلِ 13 (AVD) »
תנ ך עברי מודרני
מעשי השליחים 13 (HEB) »
Bíblia Sagrada Português
Atos 13 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Công Vụ Các Sứ đồ 13 (VIE) »
Reina Valera Antigua
Hechos 13 (RVA) »
La Sacra Bibbia
Atti 13 (RIV) »
圣 经 简体中文和合本
使 徒 行 传 13 (CUVS) »
聖 經 繁體中文和合本
使 徒 行 傳 13 (CUVT) »
Библия на русском
Деяния 13 (RUSV) »
Українська Біблія
Дії 13 (UKR) »
Szent Biblia - Magyar
Apostolok 13 (KAR) »
Българска Библия
Деяния 13 (BULG) »
De Heilige Schrift
Handelingen 13 (NLD) »

પ્રેરિતોનાં ક્રત્યો (GUJIRV) Chapter Selection

GUJIRV Book Selection List