પ્રેરિતોનાં ક્રત્યો Chapter 8 GUJIRV Bible Verse Images

પ્રેરિતોનાં ક્રત્યો 8 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share પ્રેરિતોનાં ક્રત્યો 8 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


પ્રેરિતોનાં ક્રત્યો 8:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
શાઉલે તેની હત્યા કરવાની સંમતિ આપી હતી, તે જ દિવસે યરુશાલેમના વિશ્વાસી સમુદાય પર ભારે સતાવણી શરૂ થઈ, અને પ્રેરિતો સિવાય તેઓ સર્વ યહૂદિયા તથા સમરુનના પ્રાંતોમાં વિખેરાઈ ગયા.

પ્રેરિતોનાં ક્રત્યો 8:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ધર્મનિષ્ઠ પુરુષોએ સ્તેફનને દફનાવ્યો, અને તેને સારુ ઘણો વિલાપ કર્યો.

પ્રેરિતોનાં ક્રત્યો 8:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ શાઉલે વિશ્વાસી સમુદાયને ભારે ત્રાસ આપ્યો, એટલે ઘેરેઘેરથી પુરુષો તથા સ્ત્રીઓને ઘસડી લઈ જઈને જેલમાં પૂર્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 8:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જેઓ વિખેરાઈ ગયા હતા તેઓ બધે સુવાર્તા પ્રગટ કરતા ગયા.

પ્રેરિતોનાં ક્રત્યો 8:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ફિલિપે સમારીઆ શહેરમાં જઈને તેઓને ખ્રિસ્ત વિષે પ્રચાર કર્યો.

પ્રેરિતોનાં ક્રત્યો 8:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ફિલિપે કહેલી વાતો સાંભળીને તથા કરેલા ચમત્કારિક ચિહ્નો જોઈને લોકોએ તેની વાતો પર એક ચિત્તે ધ્યાન આપ્યું.

પ્રેરિતોનાં ક્રત્યો 8:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે જેઓને અશુદ્ધ આત્માઓ વળગ્યા હતા તેઓમાંના ઘણાંમાંથી તેઓ મોટી બૂમ પાડતા બહાર નીકળ્યા, અને ઘણાં પક્ષઘાતીઓ તથા પગે અપંગો સાજાં કરવામાં આવ્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 8:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અને તે શહેરમાં બહુ આનંદ થયો.

પ્રેરિતોનાં ક્રત્યો 8:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ સિમોન નામે એક માણસ તે શહેરમાં અગાઉ જાદુ કરતો હતો, અને હું કોઈ મહાન વ્યક્તિ છું એમ કહીને સમરુનના લોકોને આશ્ચર્યચકિત કરી નાખતો હતો;

પ્રેરિતોનાં ક્રત્યો 8:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ નાનાથી તે મોટા સુધી સર્વ તેનું સાંભળતાં, તેઓ કહેતાં કે, ઈશ્વરનું જે મહાન પરાક્રમ કહેવાય છે, તે આ વ્યક્તિ છે.

પ્રેરિતોનાં ક્રત્યો 8:11 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેણે ઘણાં સમય સુધી પોતાની જાદુક્રિયાઓથી તેઓને આશ્ચર્યચકિત કરી નાખ્યા હતા, તેથી તેઓ તેનું સાંભળતાં હતા.

પ્રેરિતોનાં ક્રત્યો 8:12 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ ફિલિપ ઈશ્વરના રાજ્ય તથા ઈસુ ખ્રિસ્તનાં નામ વિષે સુવાર્તા પ્રગટ કરતો હતો ત્યારે તેઓનો વિશ્વાસ તેના પર બેઠો, અને પુરુષોએ તેમ જ સ્ત્રીઓએ બાપ્તિસ્મા લીધું.

પ્રેરિતોનાં ક્રત્યો 8:13 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સિમોને પોતે પણ વિશ્વાસ કર્યો, અને બાપ્તિસ્મા પામીને ફિલિપ સાથે રહ્યો; અને ચમત્કારો તથા મોટા પરાક્રમી કામો બનતાં જોઈને તે આશ્ચર્ય પામ્યો.

પ્રેરિતોનાં ક્રત્યો 8:14 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હવે સમરુનીઓએ ઈશ્વરનું વચન સ્વીકાર્યું છે એવું યરુશાલેમમાં પ્રેરિતોએ સાંભળ્યું, ત્યારે તેઓએ પિતર તથા યોહાનને તેઓની પાસે મોકલ્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 8:15 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓએ ત્યાં પહોંચ્યાં પછી તેઓને સારુ પ્રાર્થના કરી કે તેઓ પવિત્ર આત્મા પામે;

પ્રેરિતોનાં ક્રત્યો 8:16 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે ત્યાર સુધી તેઓમાંના કોઈ પર પવિત્ર આત્મા ઊતર્યો નહોતો; પણ તેઓ માત્ર પ્રભુ ઈસુને નામે બાપ્તિસ્મા પામ્યા હતા.

પ્રેરિતોનાં ક્રત્યો 8:17 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી પિતર તથા યોહાને તેઓ પર હાથ મૂક્યા, અને તેઓ પવિત્ર આત્મા પામ્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 8:18 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હવે પ્રેરિતોના હાથ મૂકવાથી પવિત્ર આત્મા આપવામાં આવે છે, એ જોઈને સિમોને તેઓને પૈસા આપવા માંડ્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 8:19 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેણે કહ્યું કે, તમે મને પણ એ અધિકાર આપો કે જેનાં પર હું હાથ મૂકું તે પવિત્ર આત્મા પામે.

પ્રેરિતોનાં ક્રત્યો 8:20 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ પિતરે તેને કહ્યું કે, ઈશ્વરનું દાન પૈસાથી વેચાતું લેવાનું તેં વિચાર્યું માટે તારા પૈસા તારી સાથે નાશ પામો.

પ્રેરિતોનાં ક્રત્યો 8:21 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આ બાબતમાં તારે કશી લેવા દેવા નથી. કારણ કે તારું અંતઃકરણ ઈશ્વરની આગળ પ્રમાણિક નથી.

પ્રેરિતોનાં ક્રત્યો 8:22 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
માટે તારી આ દુષ્ટતાનો પસ્તાવો કર, અને પ્રભુને પ્રાર્થના કર કે, કદાચ તારા અંતઃકરણના વિચાર તને માફ થાય.

પ્રેરિતોનાં ક્રત્યો 8:23 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે હું જોઉં છું કે તું કડવાશમાં અને પાપના બંધનમાં છે.

પ્રેરિતોનાં ક્રત્યો 8:24 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે સિમોને ઉત્તર આપ્યો કે, તમારી કહેલી વાતો મુજબ કંઈ પણ મને ના થાય તે માટે તમે મારે માટે પ્રભુને પ્રાર્થના કરો.

પ્રેરિતોનાં ક્રત્યો 8:25 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હવે ત્યાં સાક્ષી આપ્યા પછી તથા પ્રભુની વાત પ્રગટ કર્યા પછી સમરૂનીઓનાં ઘણાં ગામોમાં સુવાર્તા પ્રગટ કરીને તેઓ યરુશાલેમમાં પાછા આવ્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 8:26 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હવે પ્રભુના એક સ્વર્ગદૂતે ફિલિપને કહ્યું કે, ઊઠ, ને યરુશાલેમથી ગાઝા જવાના માર્ગ સુધી દક્ષિણ તરફ જા; ત્યાં અરણ્ય છે.

પ્રેરિતોનાં ક્રત્યો 8:27 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે ઊઠીને ગયો; અને જુઓ, ત્યાં ઇથિયોપિયાનો એક ખોજો કે જે ઇથિયોપિયાની રાણી કંદિકાના હાથ નીચે મોટો અધિકારી તથા તેના સઘળા ભંડારનો કારભારી હતો, તે ભજન કરવા સારુ યરુશાલેમમાં આવ્યો હતો.

પ્રેરિતોનાં ક્રત્યો 8:28 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે પાછા જતા પોતાના રથમાં બેસીને પ્રબોધક યશાયાનું પુસ્તક વાંચતો હતો.

પ્રેરિતોનાં ક્રત્યો 8:29 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આત્માએ ફિલિપને કહ્યું કે, તું પાસે જઈને એ રથની સાથે થઈ જા.

પ્રેરિતોનાં ક્રત્યો 8:30 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે ફિલિપ તેની પાસે દોડી ગયો, અને તેને પ્રબોધક યશાયાનું પુસ્તક વાંચતા સાંભળીને પૂછ્યું કે, તું જે વાંચે છે તે શું તું સમજે છે?

પ્રેરિતોનાં ક્રત્યો 8:31 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે તેણે કહ્યું કે, કોઈનાં સમજાવ્યાં સિવાય હું કેમ કરીને સમજી શકું? તેણે ફિલિપને વિનંતી કરી કે, મારા રથમાં ઉપર આવી મારી પાસે બેસ.

પ્રેરિતોનાં ક્રત્યો 8:32 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
શાસ્ત્રવચનનું જે પ્રકરણ તે વાંચતો હતો તે એ હતું કે, “ઘેટાંની પેઠે મારી નંખાવાને તેમને લઈ જવાયા; અને જેમ હલવાન પોતાના કાતરનારની આગળ મૂંગું રહે છે, તેમ તેમણે પોતાનું મુખ ઉઘાડ્યું નહિ;

પ્રેરિતોનાં ક્રત્યો 8:33 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમની દીનાવસ્થામાં તેમનો ન્યાય ડૂબી ગયો; તેમના જમાનાનાં લોકનું વર્ણન કોણ કહી દેખાડશે? કેમ કે તેમનો જીવ પૃથ્વી પરથી લઈ લેવામાં આવ્યો.”

પ્રેરિતોનાં ક્રત્યો 8:34 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે તે ખોજાએ ફિલિપને ઉત્તર દેતાં કહ્યું કે, હું તને વિનંતી કરું છું કે, પ્રબોધક કોનાં વિષે એ કહે છે? પોતાના વિષે કે કોઈ બીજાના વિષે?

પ્રેરિતોનાં ક્રત્યો 8:35 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે ફિલિપે કહેવાનું શરૂ કર્યું અને શાસ્ત્રવચનની તે વાતથી આરંભ કરીને તેને ઈસુ વિષેની સુવાર્તા પ્રગટ કરી.

પ્રેરિતોનાં ક્રત્યો 8:36 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
માર્ગમાં તેઓ એક જળાશય પાસે આવી પહોંચ્યા; ત્યારે ખોજાએ કહ્યું કે, જો, અહીં પાણી છે, બાપ્તિસ્મા પામવાથી મને શું અટકાવી શકે?

પ્રેરિતોનાં ક્રત્યો 8:37 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે ફિલિપે કહ્યું કે, જો તું તારા પૂરા મનથી વિશ્વાસ કરે છે તો એ ઉચિત છે; ખોજાએ ઉત્તર દેતાં કહ્યું કે, ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના પુત્ર છે, એવું હું માનું છું.

પ્રેરિતોનાં ક્રત્યો 8:38 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી તેણે રથ ઊભો રાખવાનો હુકમ કર્યો, અને ફિલિપ તથા ખોજો બન્ને જણ પાણીમાં ઊતર્યા, ફિલિપે તેને બાપ્તિસ્મા આપ્યું.

પ્રેરિતોનાં ક્રત્યો 8:39 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ પાણીમાંથી બહાર આવ્યા ત્યારે પ્રભુનો આત્મા ફિલિપને લઈ ગયો; અને ખોજાએ ફરી ફિલિપને જોયો નહિ, પરંતુ તે આનંદ કરતા કરતા પોતાના માર્ગે ચાલ્યો ગયો.

પ્રેરિતોનાં ક્રત્યો 8:40 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ ફિલિપ આશ્દોદમાં દેખાયો; તે કાઈસારિયા પહોંચતાં સુધી માર્ગમાંના સર્વ શહેરમાં સુવાર્તા પ્રગટ કરતો કરતો ગયો.

Available Bible Translations

American Standard Version
Acts 8 (ASV) »
King James Version
Acts 8 (KJV) »
GOD’S WORD® (GW)
Acts 8 (GW) »
Berean Bible
Acts 8 (BSB) »
World English Bible
Acts 8 (WEB) »
Louis Segond 1910
Actes 8 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
प्रेरितों के काम 8 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਰਸੂਲਾਂ ਦੇ ਕਰਤੱਬ 8 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
पশিষ্যচরিত 8 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
அப்போஸ்தலருடைய நடபடிகள் 8 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
प्रेषितांचीं कृत्यें 8 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
అపొస్తలుల కార్యములు 8 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಅಪೊಸ್ತಲರ ಕೃತ್ಯಗಳು 8 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
أَعْمَالُ ٱلرُّسُلِ 8 (AVD) »
תנ ך עברי מודרני
מעשי השליחים 8 (HEB) »
Bíblia Sagrada Português
Atos 8 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Công Vụ Các Sứ đồ 8 (VIE) »
Reina Valera Antigua
Hechos 8 (RVA) »
La Sacra Bibbia
Atti 8 (RIV) »
圣 经 简体中文和合本
使 徒 行 传 8 (CUVS) »
聖 經 繁體中文和合本
使 徒 行 傳 8 (CUVT) »
Библия на русском
Деяния 8 (RUSV) »
Українська Біблія
Дії 8 (UKR) »
Szent Biblia - Magyar
Apostolok 8 (KAR) »
Българска Библия
Деяния 8 (BULG) »
聖書 日本語
使徒行伝 8 (JPN) »
De Heilige Schrift
Handelingen 8 (NLD) »

પ્રેરિતોનાં ક્રત્યો (GUJIRV) Chapter Selection

GUJIRV Book Selection List