ગીતશાસ્ત્ર Chapter 107 GUJIRV Bible Verse Images

ગીતશાસ્ત્ર 107 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share ગીતશાસ્ત્ર 107 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


ગીતશાસ્ત્ર 107:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહોવાહનો આભાર માનો, કારણ કે તે ઉત્તમ છે અને તેમની કૃપા સર્વકાળ ટકે છે.

ગીતશાસ્ત્ર 107:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જેઓ યહોવાહના છોડાવેલા છે તેઓએ આ પ્રમાણે બોલવું, એટલે જેઓને તેમણે શત્રુઓના હાથમાંથી છોડાવ્યા તેઓએ.

ગીતશાસ્ત્ર 107:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે તેઓને દેશવિદેશથી એટલે પૂર્વથી તથા પશ્ચિમથી, ઉત્તરથી તથા દક્ષિણથી એકત્ર કર્યા.

ગીતશાસ્ત્ર 107:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અરણ્યમાં તેઓ ઉજ્જડ માર્ગે ભટક્યા અને તેઓને રહેવા માટે કોઈ નગર મળ્યું નહિ.

ગીતશાસ્ત્ર 107:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ ભૂખ્યા અને તરસ્યા હતા; તેઓના પ્રાણ આકુળવ્યાકુળ થઈ ગયા.

ગીતશાસ્ત્ર 107:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી તેઓએ પોતાના સંકટમાં યહોવાહને પોકાર્યાં અને તેમણે તેઓને દુઃખમાંથી છોડાવ્યા.

ગીતશાસ્ત્ર 107:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે તેઓને સીધે માર્ગે દોર્યા કે જેથી તેઓ વસવાલાયક નગરમાં જાય અને ત્યાં વસવાટ કરે.

ગીતશાસ્ત્ર 107:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમની કૃપા તથા માનવજાત માટેનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને લોકો યહોવાહની સ્તુતિ કરે, તો કેવું સારું!

ગીતશાસ્ત્ર 107:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કારણ કે તે તરસ્યાઓને સંતોષ પમાડે છે અને ભૂખ્યાઓને ઉત્તમ વાનાંથી તૃપ્ત કરે છે.

ગીતશાસ્ત્ર 107:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેટલાક અંધકાર તથા મરણછાયામાં બેઠેલા હતા, આપત્તિમાં તથા બેડીઓમાં સપડાયેલા હતા.

ગીતશાસ્ત્ર 107:11 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે તેઓએ ઈશ્વરની વિરુદ્ધ બળવો કર્યા, પરાત્પર ઈશ્વરની સૂચનાઓનો ઇનકાર કર્યો.

ગીતશાસ્ત્ર 107:12 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓનાં હૃદયો તેમણે કષ્ટથી નમ્ર કર્યાં; તેઓ લથડી પડ્યા અને તેઓને સહાય કરનાર કોઈ ન હતું.

ગીતશાસ્ત્ર 107:13 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી તેઓએ પોતાના સંકટમાં યહોવાહને પોકાર્યા અને તેમણે તેઓને દુઃખમાંથી ઉગાર્યા.

ગીતશાસ્ત્ર 107:14 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે તેઓને અંધકાર અને મરણછાયામાંથી બહાર લાવ્યા અને તેમણે તેઓનાં બંધન તોડી નાખ્યાં.

ગીતશાસ્ત્ર 107:15 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમની કૃપા તથા માનવજાત માટેના તેમનાં આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને લોકો યહોવાહની સ્તુતિ કરે તો કેવું સારું!

ગીતશાસ્ત્ર 107:16 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે તેમણે પિત્તળના દરવાજા ભાંગી નાખ્યા અને તેઓની લોખંડની ભૂંગળો તોડી નાખી.

ગીતશાસ્ત્ર 107:17 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ પોતાના બળવાખોર માર્ગોમાં મૂર્ખ હતા તથા પોતાના પાપથી સંકટમાં આવી પડ્યા.

ગીતશાસ્ત્ર 107:18 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓના જીવો સર્વ પ્રકારના ખોરાકથી કંટાળી જાય છે અને તેઓ મરણ દ્વાર સુધી આવી પહોંચે છે.

ગીતશાસ્ત્ર 107:19 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી તેઓ પોતાના સંકટમાં યહોવાહને પોકારે છે અને તે તેઓને દુઃખમાંથી ઉગારે છે.

ગીતશાસ્ત્ર 107:20 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ પોતાનું વચન મોકલીને તેઓને સાજા કરે છે અને તેમણે તેઓને દુર્દશામાંથી છોડાવ્યા છે.

ગીતશાસ્ત્ર 107:21 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આ તેમની કૃપા તથા માનવજાત માટેનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને માણસો યહોવાહની સ્તુતિ કરે તો કેવું સારું!

ગીતશાસ્ત્ર 107:22 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓને આભારસ્તુતિનાં અર્પણો ચઢાવવા દો અને તેઓનાં કામ ગીતોથી પ્રગટ કરે.

ગીતશાસ્ત્ર 107:23 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જેઓ વહાણમાં બેસીને સમુદ્રમાં ઊતરે છે અને સમુદ્રપાર વ્યાપાર કરે છે.

ગીતશાસ્ત્ર 107:24 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ યહોવાહનાં કાર્યો તથા સમુદ્ર પરનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો જુએ છે.

ગીતશાસ્ત્ર 107:25 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે તે આજ્ઞા આપે છે અને તોફાની પવનો ચડી આવે છે; તેથી સમુદ્રના મોજાંઓ ઊંચાં ઊછળે છે.

ગીતશાસ્ત્ર 107:26 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મોજાં આકાશ સુધી ચઢે છે, પછી પાછા ઊંડાણમાં ઊતરે છે. તેઓના પ્રાણ ત્રાસથી આકુળવ્યાકુળ થાય છે.

ગીતશાસ્ત્ર 107:27 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ પીધેલાની જેમ આમતેમ ડોલતા લથડે છે અને તેઓની બુદ્ધિ બહેર મારી જાય છે.

ગીતશાસ્ત્ર 107:28 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી તેઓ પોતાના સંકટમાં યહોવાહને પોકારે છે અને તે તેઓને દુઃખમાંથી છોડાવે છે.

ગીતશાસ્ત્ર 107:29 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે તોફાનને શાંત કર્યાં અને મોજાં શાંત થયાં.

ગીતશાસ્ત્ર 107:30 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી શાંતિ થવાથી તેઓને આનંદ થાય છે અને તેઓને તેમની પસંદગીના બંદરે દોરી જાય છે.

ગીતશાસ્ત્ર 107:31 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આ તેમની કૃપા તથા માનવજાતને માટેનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને માણસો યહોવાહની સ્તુતિ કરે તો કેવું સારું!

ગીતશાસ્ત્ર 107:32 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
લોકોની સભામાં તેમને મોટા મનાવો અને વડીલોની સભામાં તેમની સ્તુતિ કરો.

ગીતશાસ્ત્ર 107:33 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે નદીઓને સ્થાને અરણ્ય, પાણીના ઝરાઓને સ્થાને કોરી ભૂમિ,

ગીતશાસ્ત્ર 107:34 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અને ત્યાં રહેતા લોકોની દુષ્ટતાને કારણે ફળદ્રુપ ભૂમિને ખારવાળી જમીન બનાવે છે.

ગીતશાસ્ત્ર 107:35 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે અરણ્યને સ્થાને સરોવર અને કોરી ભૂમિને સ્થાને ઝરાઓ કરી નાખે છે.

ગીતશાસ્ત્ર 107:36 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમાં તે ભૂખ્યાજનોને વસાવે છે અને તેઓ પોતાને રહેવાને માટે નગર બાંધે છે.

ગીતશાસ્ત્ર 107:37 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ ખેતરમાં વાવેતર કરે છે; અને દ્રાક્ષવાડીઓમાં રોપણી કરીને તેનાં ફળની ઊપજ મેળવે છે.

ગીતશાસ્ત્ર 107:38 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે તેઓને આશીર્વાદ આપે છે, તેથી તેમની પુષ્કળ વૃદ્ધિ થાય છે. તે તેઓનાં જાનવરોને ઓછા થવા દેતા નથી.

ગીતશાસ્ત્ર 107:39 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓના જુલમ, વિપત્તિ તથા શોક પાછા ઘટાડવામાં આવે છે અને તેઓને નીચા પાડવામાં આવે છે.

ગીતશાસ્ત્ર 107:40 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે શત્રુઓના સરદારો પર અપમાન લાવે છે અને માર્ગ વિનાના અરણ્યમાં તેઓને રખડાવે છે.

ગીતશાસ્ત્ર 107:41 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ તે જરૂરિયાતમંદોને સંકટમાંથી છોડાવીને તેઓનું રક્ષણ કરે છે અને ટોળાંની જેમ તેઓના કુટુંબની સંભાળ લે છે.

ગીતશાસ્ત્ર 107:42 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે જોઈને ન્યાયીઓ આનંદ પામશે અને સઘળા અન્યાયીઓનાં મુખ બંધ થશે.

ગીતશાસ્ત્ર 107:43 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જે કોઈ જ્ઞાની હશે તે આ વાતો ધ્યાનમાં લેશે અને યહોવાહની કૃપા વિષે મનન કરશે.

Available Bible Translations

American Standard Version
Psalms 107 (ASV) »
King James Version
Psalms 107 (KJV) »
GOD’S WORD® (GW)
Psalms 107 (GW) »
World English Bible
Psalms 107 (WEB) »
Louis Segond 1910
Psaumes 107 (LSG) »
Luther Bibel 1912
Psalm 107 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
भजन संहिता 107 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਜ਼ਬੂਰ 107 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
গীতমালা 107 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
சங்கீதங்கள் 107 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
स्तोत्रसंहिता 107 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
కీర్తన 107 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಕೀರ್ತನೆಗಳು 107 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْمَزَامِيرُ 107 (AVD) »
תנ ך עברי מודרני
תהלים 107 (HEB) »
Bíblia Sagrada Português
Salmos 107 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Thánh Thi 107 (VIE) »
Reina Valera Antigua
Salmos 107 (RVA) »
La Sacra Bibbia
Salmi 107 (RIV) »
圣 经 简体中文和合本
诗 篇 107 (CUVS) »
聖 經 繁體中文和合本
詩 篇 107 (CUVT) »
Bibla e Shenjtë
Psalmet 107 (ALB) »
Svenska Bibeln 1917
Psaltaren 107 (SV1917) »
Библия на русском
Псалтирь 107 (RUSV) »
Українська Біблія
Псалми 107 (UKR) »
Szent Biblia - Magyar
Zsoltárok 107 (KAR) »
Българска Библия
Псалми 107 (BULG) »
聖書 日本語
詩篇 107 (JPN) »
Kitaabka Quduuska Ah
Sabuurradii 107 (SOM) »
De Heilige Schrift
Psalmen 107 (NLD) »
Dansk Bibel 1871
Salme 107 (DA1871) »

GUJIRV Book Selection List