માથ્થી Chapter 27 GUJIRV Bible Verse Images

માથ્થી 27 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share માથ્થી 27 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


માથ્થી 27:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હવે સવાર થઈ, ત્યારે સર્વ મુખ્ય યાજકોએ તથા લોકોનાં વડીલોએ ઈસુને મારી નાખવા માટે તેની વિરુદ્ધ કાવતરું કર્યું.

માથ્થી 27:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી તેઓએ ઈસુને બાંધ્યા અને તેમને લઈ જઈને પિલાત રાજ્યપાલને સોંપ્યાં.

માથ્થી 27:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જયારે યહૂદાએ, જેણે તેમને પરાધીન કર્યાં હતા તેણે જોયું કે ઈસુને અપરાધી ઠરાવાયા છે, ત્યારે તેને ખેદ થયો, અને તેણે ચાંદીના ત્રીસ સિક્કા મુખ્ય યાજકોની તથા વડીલોની પાસે પાછા લાવીને કહ્યું કે,

માથ્થી 27:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
“નિરપરાધી લોહી પરસ્વાધીન કર્યાથી મેં પાપ કર્યું છે.” ત્યારે તેઓએ કહ્યું કે, “તેમાં અમારે શું? તે તારી ચિંતા છે.”

માથ્થી 27:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી સિક્કાઓ ભક્તિસ્થાનમાં ફેંકી દઈને તે ગયો; અને જઈને ગળે ફાંસો ખાધો.

માથ્થી 27:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મુખ્ય યાજકોએ તે રૂપિયા લઈને કહ્યું કે, “એ લોહીનું મૂલ્ય છે માટે ભંડારમાં મૂકવા ઉચિત નથી.”

માથ્થી 27:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓએ ચર્ચા કરીને પરદેશીઓને દફનાવવા સારું એ રૂપિયાથી કુંભારનું ખેતર વેચાતું લીધું.

માથ્થી 27:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે માટે આજ સુધી તે ખેતર ‘લોહીનું ખેતર’ કહેવાય છે.

માથ્થી 27:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે યર્મિયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થયું કે, “જેનું મૂલ્ય ઇઝરાયલપુત્રોએ તેના જીવન માટે ઠરાવ્યું હતું, તે ચાંદીના ત્રીસ સિક્કા તેઓએ લીધા,

માથ્થી 27:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અને જેમ પ્રભુએ મને હુકમ કર્યો, તેમ કુંભારના ખેતરને માટે આપ્યા.”

માથ્થી 27:11 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અને ઈસુ રાજ્યપાલની આગળ ઊભા રહ્યા અને રાજ્યપાલે તેમને પૂછ્યું કે, “શું તું યહૂદીઓનો રાજા છે?” ઈસુએ તેને કહ્યું કે, “તું પોતે કહે છે.”

માથ્થી 27:12 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મુખ્ય યાજકોએ તથા વડીલોએ તેમના પર આરોપ મૂક્યો છતાં તેમણે કંઈ ઉત્તર આપ્યો નહિ.

માથ્થી 27:13 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે પિલાતે તેમને કહ્યું કે, “તારી વિરુદ્ધ તેઓ કેટલા આરોપો મૂકે છે એ શું તું નથી સાંભળતો?”

માથ્થી 27:14 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઈસુએ તેને એક પણ શબ્દનો ઉત્તર આપ્યો નહિ તેથી રાજ્યપાલને ઘણું આશ્ચર્ય લાગ્યું.

માથ્થી 27:15 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હવે પર્વમાં રાજ્યપાલનો એક રિવાજ હતો કે જે એક બંદીવાનને લોકો માગે, તેને તેઓને માટે છોડી દેતો હતો.

માથ્થી 27:16 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે વખતે બરાબાસ નામનો એક પ્રખ્યાત બંદીવાન હતો.

માથ્થી 27:17 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેથી તેઓ એકઠા થયા પછી પિલાતે તેઓને કહ્યું કે, “હું તમારે માટે કોને છોડી દઉં, તે વિષે તમારી શી મરજી છે? બરાબાસને, કે ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને?”

માથ્થી 27:18 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે તે જાણતો હતો કે તેઓએ અદેખાઇના કારણે ઈસુને સોંપ્યો હતો.

માથ્થી 27:19 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જયારે તે ન્યાયાસન પર બેઠો હતો, ત્યારે તેની પત્નીએ તેને કહેવડાવ્યું કે, “તે નિર્દોષ માણસને તું કંઈ કરતો નહિ, કેમ કે આજ મને સ્વપ્નમાં તેને લીધે ઘણું દુઃખ થયું છે.”

માથ્થી 27:20 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હવે મુખ્ય યાજકોએ તથા વડીલોએ લોકોને સમજાવ્યાં, કે તેઓ બરાબાસને માગે અને ઈસુને મારી નંખાવે.

માથ્થી 27:21 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ રાજ્યપાલે તેઓને કહ્યું કે, “તે બેમાંથી હું કોને તમારે માટે છોડી દઉં, તમારી શી મરજી છે?” તેઓને કહ્યું કે ‘બરાબાસને.’

માથ્થી 27:22 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પિલાતે તેઓને કહ્યું કે, “તો ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને હું શું કરું?” સઘળાંએ તેને કહ્યું કે, ‘તેને વધસ્તંભે જડાવો.’”

માથ્થી 27:23 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે તેણે કહ્યું, “શા માટે? તેણે શો અપરાધ કર્યો છે?” પણ તેઓએ વધારે ઊંચા અવાજે કહ્યું કે, ‘તેને વધસ્તંભે જડાવો.’

માથ્થી 27:24 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જયારે પિલાતે જોયું કે તે કંઈ કરી શકે તેમ નથી, પણ તેને બદલે વધારે ગડબડ થાય છે, ત્યારે તેણે પાણી લઈને લોકોની આગળ પોતાના હાથ ધોઈને કહ્યું કે, “એ ન્યાયીના રક્ત સંબંધી હું નિર્દોષ છું; હવે એ તમારી ચિંતા છે.”

માથ્થી 27:25 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે સર્વ લોકોએ ઉત્તર દેતાં કહ્યું કે, “એનું રક્ત અમારે માથે તથા અમારા સંતાનને માથે આવે.”

માથ્થી 27:26 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે તેણે બરાબાસને તેઓને માટે છોડી દીધો, અને ઈસુને કોરડા મરાવીને વધસ્તંભે જડાવા સારુ સોંપ્યો.

માથ્થી 27:27 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે રાજ્યપાલના સિપાઈઓ ઈસુને મહેલમાં લઈ ગયા અને આખી પલટણ તેની આસપાસ એકઠી કરી.

માથ્થી 27:28 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી તેઓએ તેમના વસ્ત્રો ઉતારીને લાલ ઝભ્ભો પહેરાવ્યો.

માથ્થી 27:29 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમના માથા પર કાંટાનો મુગટ ગૂંથીને મૂક્યો, તેમના જમણાં હાથમાં સોટી આપી અને તેમની આગળ ઘૂંટણ ટેકીને તેમના ઠઠ્ઠામશ્કરી કરતાં કહ્યું કે, “હે યહૂદીઓના રાજા, સલામ!”

માથ્થી 27:30 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી તેઓ તેમના પર થૂંક્યાં અને સોટી લઈને તેમના માથામાં મારી.

માથ્થી 27:31 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમની ઠઠ્ઠામશ્કરી કરી રહ્યા પછી તેઓએ તેમનો ઝભ્ભો ઉતારીને તેમના પોતાના જ વસ્ત્રો તેમને પહેરાવ્યાં અને વધસ્તંભે જડવાને તેઓ તેમને લઈ ગયા.

માથ્થી 27:32 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ બહાર ગયા ત્યારે કુરેનીનો સિમોન નામે એક માણસ તેઓને મળ્યો, જેની પાસે તેઓએ તેમનો વધસ્તંભ બળજબરીપૂર્વક ઊંચકાવ્યો.

માથ્થી 27:33 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ ગલગથા એટલે કે, ‘ખોપરીની જગ્યા’ કહેવાય છે, ત્યાં પહોંચ્યા.

માથ્થી 27:34 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓએ પિત્ત ભેળવેલો સરકો તેમને પીવાને આપ્યો, પણ ચાખ્યાં પછી તેમણે પીવાની ના પાડી.

માથ્થી 27:35 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઈસુને વધસ્તંભે જડ્યાં પછી તેઓએ ચિઠ્ઠી નાખીને તેમના વસ્ત્રો અંદરોઅંદર વહેંચી લીધાં;

માથ્થી 27:36 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અને તેઓએ ત્યાં બેસીને તેમની ચોકી કરી.

માથ્થી 27:37 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
‘ઈસુ જે યહૂદીઓનો રાજા, તે એ જ છે.’ એવું તેમના વિરુદ્ધનું આરોપનામું તેમના માથાની ઉપર મુકાવ્યું.

માથ્થી 27:38 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓએ તેમની સાથે બે ચોરને વધસ્તંભે જડ્યાં, એકને જમણી તરફ અને બીજાને ડાબી તરફ.

માથ્થી 27:39 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પાસે થઈને જનારાંઓએ પોતાના માથાં હલાવતાં તથા તેમનું અપમાન કરતાં કહ્યું કે,

માથ્થી 27:40 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
“અરે મંદિરને પાડી નાખનાર તથા તેને ત્રણ દિવસમાં બાંધનાર, તું પોતાને બચાવ; જો તું ઈશ્વરનો દીકરો છે તો વધસ્તંભ પરથી ઊતરી આવ.”

માથ્થી 27:41 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે જ રીતે મુખ્ય યાજકોએ પણ શાસ્ત્રીઓ તથા વડીલો સાથે ઠઠ્ઠામશ્કરી કરતાં કહ્યું કે,

માથ્થી 27:42 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
“તેણે બીજાઓને બચાવ્યા, પણ તે પોતાને બચાવી નથી શક્તો; એ તો ઇઝરાયલનો રાજા છે, તે હમણાં જ વધસ્તંભ પરથી ઊતરી આવે, એટલે અમે તેના પર વિશ્વાસ કરીશું.

માથ્થી 27:43 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે ઈશ્વર પર ભરોસો રાખે છે, જો તે તેમને ચાહતો હોય તો હમણાં તેને છોડાવે; કેમ કે તેણે કહ્યું હતું કે, ‘હું ઈશ્વરનો દીકરો છું.’”

માથ્થી 27:44 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જે ચોરોને તેમની સાથે વધસ્તંભે જડાવ્યાં હતા, તેઓએ પણ તેમની નિંદા કરી.

માથ્થી 27:45 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
બપોરના લગભગ બાર કલાકથી ત્રણ કલાક સુધી આખા દેશમાં અંધારપટ છવાયો.

માથ્થી 27:46 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આશરે ત્રણ કલાકે ઈસુએ ઊંચા અવાજે બૂમ પાડતાં કહ્યું કે, “એલી, એલી, લમા શબકથની?” એટલે, “ઓ મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને શા માટે છોડી દીધો?”

માથ્થી 27:47 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જેઓ ત્યાં ઊભા હતા તેઓમાંથી કેટલાકે તે સાંભળીને કહ્યું કે, ‘તે એલિયાને બોલાવે છે.’”

માથ્થી 27:48 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તરત તેઓમાંથી એકે દોડીને વાદળી લઈને સરકાથી ભીંજવી અને લાકડીની ટોચે બાંધીને તેમને ચુસવા આપી.

માથ્થી 27:49 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ બીજાઓએ કહ્યું કે, “રહેવા દો, આપણે જોઈએ કે એલિયા તેમને બચાવવા આવે છે કે નહિ.”

માથ્થી 27:50 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી ઈસુએ બીજી વાર ઊંચે અવાજે બૂમ પાડીને પ્રાણ છોડ્યો.

માથ્થી 27:51 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે જુઓ, મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ફાટીને તેના બે ભાગ થઈ ગયા, પૃથ્વી કાંપી, અને ખડકો ફાટ્યા.

માથ્થી 27:52 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કબરો ઊઘડી ગઈ અને ઘણાં મરણ પામેલા સંતોનાં શરીર ઊઠ્યાં.

માથ્થી 27:53 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અને ઈસુના પુનરુત્થાન પછી તેઓ કબરોમાંથી નીકળીને પવિત્ર નગરમાં ગયા અને ઘણાંઓને દેખાયા.

માથ્થી 27:54 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે શતપતિ તથા તેની સાથે જેટલાં ઈસુની ચોકી કરતાં હતા, તેઓએ ધરતીકંપ તથા જે જે થયું, તે જોઈને બહુ ગભરાતા કહ્યું કે, “ખરેખર એ ઈશ્વરના દીકરા હતા.”

માથ્થી 27:55 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યાં ઘણી સ્ત્રીઓ, જેઓ ઈસુની સેવા કરતી ગાલીલથી તેમની પાછળ આવી હતી, તેઓ દૂરથી જોયા કરતી હતી.

માથ્થી 27:56 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓમાં મગ્દલાની મરિયમ, યાકૂબની તથા યોસેની મા મરિયમ તથા ઝબદીના દીકરાઓની મા હતી.

માથ્થી 27:57 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સાંજ પડી ત્યારે યૂસફ નામે અરિમથાઈનો એક શ્રીમંત માણસ આવ્યો, જે પોતે પણ ઈસુનો શિષ્ય હતો.

માથ્થી 27:58 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેણે પિલાત પાસે જઈને ઈસુનું શબ માગ્યું, ત્યારે પિલાતે તે સોંપવાની આજ્ઞા આપી.

માથ્થી 27:59 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી યૂસફે શબ લઈને શણના સ્વચ્છ વસ્ત્રમાં તે વીંટાળ્યું,

માથ્થી 27:60 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અને ખડકમાં ખોદાવેલી પોતાની નવી કબરમાં તેને મૂક્યો; અને એક મોટો પથ્થર કબરના દ્વાર પર ગબડાવીને તે ચાલ્યો ગયો.

માથ્થી 27:61 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મગ્દલાની મરિયમ તથા બીજી મરિયમ ત્યાં કબરની સામે બેઠેલી હતી.

માથ્થી 27:62 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સિદ્ધીકરણને બીજે દિવસે મુખ્ય યાજકો તથા ફરોશીઓએ પિલાત પાસે એકઠા થયા.

માથ્થી 27:63 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓએ કહ્યું કે, “સાહેબ, અમને યાદ છે કે, તે છેતરનાર જીવતો હતો ત્યારે કહેતો હતો કે, ‘ત્રણ દિવસ પછી હું પાછો ઊઠીશ.’

માથ્થી 27:64 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
માટે ત્રણ દિવસ સુધી કબરની ચોકી રાખવાની આજ્ઞા કરો, રખેને તેના શિષ્યો આવીને તેને ચોરી જાય અને લોકોને કહે કે, મૂએલાંઓમાંથી તે જી ઊઠ્યો છે અને છેલ્લું કાવતરું પહેલીના કરતાં મોટું થશે.”

માથ્થી 27:65 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે પિલાતે તેઓને કહ્યું કે, “આ ચોકીદારો લઈને જાઓ અને તમારાથી બની શકે તેવી તેની ચોકી રખાવો.”

માથ્થી 27:66 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેથી તેઓ ગયા અને પથ્થરને મહોર મારીને તથા ચોકીદારો બેસાડીને કબરનો જાપ્તો રાખ્યો.

Available Bible Translations

American Standard Version
Matthew 27 (ASV) »
King James Version
Matthew 27 (KJV) »
GOD’S WORD® (GW)
Matthew 27 (GW) »
World English Bible
Matthew 27 (WEB) »
Louis Segond 1910
Matthieu 27 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
मत्ती 27 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਮੱਤੀ 27 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
মথি 27 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
மத்தேயு 27 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
मत्तय 27 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
మత్తయి 27 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಮತ್ತಾಯನು 27 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
مَتَّى 27 (AVD) »
תנ ך עברי מודרני
הבשורה על־פי מתי 27 (HEB) »
Bíblia Sagrada Português
Mateus 27 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Ma-thi-ơ 27 (VIE) »
Reina Valera Antigua
Mateo 27 (RVA) »
La Sacra Bibbia
Matteo 27 (RIV) »
圣 经 简体中文和合本
马 太 福 音 27 (CUVS) »
聖 經 繁體中文和合本
馬 太 福 音 27 (CUVT) »
Bibla e Shenjtë
Mateu 27 (ALB) »
Svenska Bibeln 1917
Matteus 27 (SV1917) »
Библия на русском
Матфея 27 (RUSV) »
Українська Біблія
Матвія 27 (UKR) »
Szent Biblia - Magyar
Máté 27 (KAR) »
Българска Библия
Матей 27 (BULG) »
Det Norsk Bibel
Matteus 27 (NORSK) »
Kitaabka Quduuska Ah
Matayos 27 (SOM) »
De Heilige Schrift
Mattheüs 27 (NLD) »

માથ્થી (GUJIRV) Chapter Selection

GUJIRV Book Selection List